જમ્મુ અને કશ્મીરમાં આજથી ઈન્ટરનેટ સેવાઓનો આંશિક પ્રારંભ
Live TV
-
5 જિલ્લાઓમાં પોસ્ટ પેડ 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ કરાઈ ચાલુ
જમ્મુ કાશ્મીરમાં લોકોની સુવિધા માટે સરકારે ગઇકાલથી ઇન્ટરનેટ સેવા આંશિકરૂપે શરૂ કરી દીધી છે. જો કે આ છૂટ માત્ર સરકારી સંસ્થાની વેબસાઇટ તેમજ અન્ય જરૂરી વેબસાઇટ પુરતી મર્યાદિત છે. અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર હજુ પ્રતિબંધ રહેશે. પાંચ જિલ્લામાં પોસ્ટપેઇડ ટૂજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ શરૂ કરી દેવાઇ છે. જમ્મુ કાશ્મીર સરકાર દ્રારા રજૂ થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બેન્ક, હોસ્પિટલમાં ઇન્ટરનેટ સુવિધા શરૂ કરી દેવાઇ છે.
