જમ્મુ કાશ્મીરનાં પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર
Live TV
-
સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. નગરોટા સ્થિત વ્હાઈટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે LOC પર આતંકવાદી ગતિવિધિઓ મળી આવી હતી. એલર્ટ જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને ઘેરી લીધા હતા.આ પછી એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને હથિયારો અને યુદ્ધ સામગ્રી જપ્ત કરી હતી. સેનાએ કહ્યું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. વ્હાઈટ નાઈટ કોર્પ્સે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગઈ રાત્રે પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. સતર્કતા પર, સૈનિકોએ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને રોક્યા હતા. આ પછી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આખો દિવસ ઓપરેશન ચાવ્યું હતું."
સુરક્ષા દળોએ ગુરુવારે જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જ્યારે સ્થાનિક લોકોએ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકોને જોયા હોવાની જાણ કરી હતી. ડોડા ઓપરેશનના એક દિવસ પહેલા, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સને શોધવા રાજૌરી જિલ્લામાં 25 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
2024 માં આતંકવાદીઓ દ્વારા કેટલાક ભયંકર હુમલાઓ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ આક્રમણ શરૂ કર્યું છે. 20 ઓક્ટોબર, 2024 ના રોજ, બે આતંકવાદીઓ ગાંદરબલ જિલ્લાના ગગનગીરમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કામદારોના કેમ્પમાં પ્રવેશ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના 6 કર્મચારીઓ અને સ્થાનિક ડૉક્ટર સહિત 7 નાગરિકના મોત થયા હતા. 2 નવેમ્બર, 2024ના રોજ, આતંકવાદીઓએ રવિવારના બજારમાં ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 42 વર્ષીય ત્રણ બાળકોની માતાનું મોત થયું હતું અને અન્ય 11 નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા.