જમ્મુ-કાશ્મીરના કરણનગરના CRPF કેમ્પ પાસે ગોળીબાર, સુંજવામાં 4 આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કરણનગરના CRPF કેમ્પની પાસે ગોળીબાર થઈ રહ્યો છે. CRPFના જણાવ્યા પ્રમાણે બે શકમંદોને કેમ્પની તરફ આગળ વધતા જોવા મળ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કરણનગરના CRPF કેમ્પની પાસે ગોળીબાર થઈ રહ્યો છે. CRPFના જણાવ્યા પ્રમાણે બે શકમંદોને કેમ્પની તરફ આગળ વધતા જોવા મળ્યા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ તપાસ અભ્યાન સખત કરી દીધો છે. ગોળીબારમાં CRPFનો એક જવાન શહિદ થયો છે. હાલ આતંકવાદીઓ સાથે CRPF કેમ્પની પાસે ગોળીબાર ચાલુ છે.
જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થતા સૈનિકોએ જવાબ આપતા ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા, પરંતુ આ ઓપરેશનમાં સૈન્યના પાંચ જવાન શહિદ થયા હતા અને એક નાગરિકનું મૃત્યુ થયું છે. સૈન્યએ આ હુમલામાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ સામેલ હતા, તેવી જાણકારી મળી છે. મરનાર આતંકવાદીઓ પાસેથી એકે56 રાઈફલ, ગ્રેનેડ અને મોટી સંખ્યામાં ગોળાબારૂદ મળ્યા છે.
આતંકવાદી હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાં છ મહિલાઓ અને બાળક પણ સામેલ છે. ઘાયલોમાંથી બેની સ્થિતિ નાજુક છે, જ્યારે ઈજાગ્રસ્ત મહિલામાં રાઈફલ મેન નાઝિર અહેમદની પત્નીએ ઈજાગ્રસ્ત હાલતમાં દીકરીને જન્મ આપ્યો છે. દીકરી અને માતા હાલમાં સ્વસ્થ છે. રાજૌરીમાં પણ પાકિસ્તાને ફરી સંઘર્ષ વિરામ ભંગ કરતા ભારે ગોળીબાર કર્યો છે. ભારતીય સૈન્યએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.