જમ્મુ-કાશ્મીરમાં આજથી પોસ્ટ પેઇડ મોબાઇલ ફોન સેવા થશે શરુ
Live TV
-
આંતકવાદીઓને શાંતિ ભંગ કરતા રોકવા આ પ્રતિબંધ લગાવ્યા
જમ્મુ કાશ્મીરના બધા જિલ્લાઓ આજે બપોરે 12 કલાકેથી મોબાઇલ પોસ્ટ પેઇડ સેવા ફરીથી શરુ કરી દેવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલે જણાવ્યું છે કે મોબાઇલ પોસ્ટ પેઇડ સેવા , 14 ઓક્ટોબરથી બપોરે 12 કલાકેથી શરુ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ખીણ વિસ્તારમાં પર્યટકોને આવવાની છૂટ આપ્યાના થોડા દિવસો પછી રાજ્ય વહીવટીતંત્ર તરફથી આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ઘાટીમાં સ્કૂલ , અને કોલેજ પહેલાથી જ ખુલી ગયા છે અને લેન્ડ લાઇન સેવા પુરી રીતે કામ કરી રહી છે. શ્રીનગરમાં રવિવારે સાપ્તાહિક બજાર પણ ખુલ્લું રહ્યું હતું. લાલ ચોક રોડ પર ઘણા લોકોએ પોતાની દુકાનો શરૂ કરી હતી. બજારમાં લોકોની ઘણી ભીડ રહી હતી. ભૂસ્ખલનના કારણે છેલ્લા બે દિવસથી બંધ રહેલ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પણ વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે