Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર: ગાંદરબલ જિલ્લામાં અથડામણ દરમિયાન એક આતંકવાદી ઠાર

Live TV

X
  • સેનાએ આયોજનબદ્ધ જવાબી કાર્યવાહી કરીને અસરકારક રીતે એક આતંકવાદીને ઠાર કર્યો છે.

    જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, 31 માર્ચ 2026ની રાત્રે ગોળીબાર થયો હતો. ત્યારબાદ સેનાએ આયોજનબદ્ધ જવાબી કાર્યવાહી કરીને અસરકારક રીતે એક આતંકવાદીને ઠાર કર્યો છે. 

    ભારતીય સેનાની ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, મંગળવારની સાંજે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે ગાંદરબલના જનરલ અરહામા વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતા ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો. આખી રાત ચાલેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાએ આતંકવાદીઓના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. ગામમાં બે આતંકવાદીઓ છુપાયેલા હતા. ઉત્તર કાશ્મીરનો ગાંદરબલ જિલ્લો અત્યાર સુધી આતંકવાદીઓની હાજરીથી મુક્ત માનવામાં આવતો હતો, જ્યાં આ પ્રકારની અથડામણ  થવી તે સુરક્ષા દળો માટે ચિંતાનો વિષય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply