જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી, હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ કમાન્ડર ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના બેગપોરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આતંકવાદીઓ સામે ચાલી રહેલા સૈન્યના ઓપરેશનમાં આ બંને આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ કમાન્ડર રિયાઝ નાયકૂ પણ ઠાર મરાયો છે. આતંકવાદીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા હુમલા બાદ સૈન્ય દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં આ આતંકવાદીઓને ઠાર મરાયા હતાં.
