Skip to main content
Settings Settings for Dark

જલ્દી કરો! હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ

Live TV

X
  • ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in પરથી ફોર્મ ભરી શકશે

    લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈ દ્વારા હજ-૨૦૨૩ માટે ફોર્મ ભરવાની આખરી તારીખ ૧૦-૦૩-૨૦૨૩ નક્કી કરવામાં આવી છે. અરજદારોએ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈની વેબસાઈટ  https://www.hajcommittee.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. તેમ ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષની યાદીમાં જણાવાયું છે.

    યાદીમાં વધુમાં જણાવાયાનુંસાર છે કે, હજ-2023ની તમામ માહિતી અને સૂચનાઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા-મુંબઈની વેબસાઈટ https://www.hajcommittee.gov.in ઉપર મૂકવામાં આવશે. આ ઉપરાંત વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in અને https://www.gujarathajhouse.in વેબસાઈટ પણ સમયાંતરે જોતા રહેવા માટે અનુરોધ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply