જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કરેલ એરપોર્ટની ખાસીયતો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના પાક્યોંગમાં રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના પાક્યોંગમાં રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. એરપોર્ટના ઉદ્દઘાટન બાદ જન સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એરપોર્ટ નિર્માણમાં દેશે આજે શતક લગાવી છે. આ એરપોર્ટ સાથે ભારતમાં કુલ એરપોર્ટની સંખ્યા 100 થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ 2014 સુધીમાં 67 વર્ષમાં માત્ર 65 એરપોર્ટ બન્યા હતા જ્યારે NDA સરકારે માત્ર 4 વર્ષમાં 35 એરપોર્ટનું નિર્માણ કર્યું. પ્રધાનમંત્રીએ એન્જિનિયરિંગની ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે પહાડી વિસ્તારમાં ઉંચાઈએ આવેલું આ એરપોર્ટ અન્જિયનિરિંગની અદભૂત ક્ષમતાનો પરિચય કરાવે છે. પાક્યોંગ એરપોર્ટ ઉદઘાટનના આ અવસરે સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગ અને રાજ્યપાલ ગંગા પ્રસાદ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ એરપોર્ટના કારણે સિક્કમનો અન્ય રાજ્યો સાથેનો સંપર્ક સરળ બનશે. રાજ્યના વિકાસને ગતિ મળશે તેમજ સિક્કમ રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત થશે. 605 કરોડના ખર્ચે તૈયાર થયેલું પાક્યોંગ ગ્રીન ફિલ્ડ સાડા ચાર હજારની ઉંચાઈ પર બનેલું છે. પાક્યોંગ ગ્રીન ફિલ્ડ એશિયાના સૌથી ઉંચા સ્થાન પર બનેલું એકમાત્ર એરપોર્ટ છે.
