Skip to main content
Settings Settings for Dark

જાણો શા માટે ઉજવાય છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

Live TV

X
  • વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મે ના દિવસને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે તમાકુનો ઉપયોગ કરવાના આરોગ્યના જોખમોને પ્રકાશિત કરવા અને સરકારને જરૂરી પગલાં લેવા પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ મનાવે છે. જે ધૂમ્રપાન અને અન્ય તમાકુ પેદાશોના ઉપયોગને ઘટાડવામાં મદદ કરે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનિકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.

    1987 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં 7 એપ્રિલ, 1988 ને 'વર્લ્ડ નો સ્મોકિંગ ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો. લોકોને ઓછામાં ઓછો 24 કલાક તમાકુનો ઉપયોગ અટકાવવા પ્રેરણા આપવા માટે આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. પાછળથી 1988 માં, સંગઠને બીજો ઠરાવ પસાર કર્યો કે 31 નવેમ્બરના રોજ વર્લ્ડ નો તમાકુ દિવસ મનાવવામાં આવશે.

    ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે તમાકુના ઉપયોગથી વિશ્વભરના 8 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે. કોઈપણ પ્રકારનું તમાકુનું સેવન કરવાથી ફેફસાંની ક્ષમતા ઓછી થાય છે અને શ્વસન રોગોની તીવ્રતામાં વધારો થાય છે.

    વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે વિવિધ થીમ સાથે વિશ્વ તમાકુ દિવસ ઉજવે છે. આ વર્ષની થીમ 'કમિટ ટુ ક્વિટ' છે. કોવિડ -19 રોગચાળાને લીધે લાખો તમાકુ વપરાશકારો કહે છે કે તેઓ છોડી દેવા માગે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply