જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચી 1 -3 જુલાઈ દરમિયાન ભારતની મુલાકાતે
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી મોદીના આમંત્રણને માન આપીને જાપાનના વડાપ્રધાન મહામહિમ સાનાએ તાકાઈચી 1 -3 જુલાઈ, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.
આ મુલાકાત 16 મી ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદ માટે યોજાઈ રહી છે.આ શિખર પરિષદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે વડાપ્રધાન બન્યા બાદ તાકાઈચીની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.આ મુલાકાત ઓગસ્ટ 2025માં પ્રધાનમંત્રી મોદીની ટોક્યો મુલાકાત બાદ થઈ રહી છે, જે ભારત-જાપાનની 'સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ'ને વધુ ઊંડાણ આપવાની બંને દેશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
