Skip to main content
Settings Settings for Dark

જે.પી.નડ્ડા આજે પ્રધાનમંત્રીના દેશવ્યાપી બૃહદ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે

Live TV

X
  • અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાનના પગલે આજથી 22 જાન્યુઆરી સુધી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શુભારંભ થશે.

    જેના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા આજે દિલ્હીમાં ગુરૂ રવિદાસ મંદિરમાં શ્રમદાન કરશે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુરૂ રવિદાસ મંદિરમાં સફાઈ અભિયાનમાં સામેલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર, દેશભરમાં આ અભિયાન આજથી શરૂ થશે અને 22 જાન્યુઆરીએ સમાપ્ત થશે. મળતી માહિતી મુજબ ભાજપના નડ્ડા સવારે 11 વાગે કરોલ બાગમાં ગુરુ રવિદાસ મંદિર પહોંચશે. તે અહીં 'મોટા સ્વચ્છતા અભિયાન'નો ભાગ બનશે.

    તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ દેશભરના લોકોને અહ્વાન કર્યું છે કે, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભને લઈ મંકરસંક્રાતિના દિવસથી મોટા તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે.     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply