ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં 124.63 ટકાનો નોંધપાત્ર ઉછાળો
Live TV
-
એપ્રિલ 2017માં કુલ 61 લાખ 30 હજાર લોકોએ ડિજીટલ પેમેન્ટ દ્વારા વ્યવહારો કરતા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ ઇકોનોમિકને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં 124.63 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આધાર કાર્ડ સાથે નોંધાયેલા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મસ દ્વારા વર્ષ દરમિયાન કુલ એક કરોડ 37 લાખ લોકોએ આર્થિક વ્યવહારો કર્યા હતા. ગત વર્ષ એપ્રિલ 2017માં કુલ 61 લાખ 30 હજાર લોકોએ ડિજીટલ પેમેન્ટ દ્વારા વ્યવહારો કરતા હતા. જેની સામે માર્ચ 2018 સુધીમાં આ આંકડો 124.63 ટકાના જબ્બર ઉછાળા સાથે એક કરોડ 37 લાખને આંબી ગયો છે.
