Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું લાંબી સારવાર બાદ નિધન

Live TV

X
  • 8મી ડિસેમ્બરે તમિલનાડુના કૂન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ધટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગૃપ કેપ્ટન વરૂણસિંહનું પણ આજે નિધન થયુ છે. બેંગાલુરુની આર્મી હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ તેમણે આજે અંતિમ શ્વાસ લીધો. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં દેશના પહેલા CDS બિપિન રાવત સહિત 13 લોકોના નિધન થયા હતા. આજે ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું પણ નિધન થતાં આ દુર્ઘટનામાં કુલ 14 લોકોના દુઃખદ અવસાન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ ટ્વીટ કરીને વરુણસિંહને શ્રદ્ધાજંલિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી. તેમના નિધનથી હું દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિપુલ સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply