તમિલનાડુમાં લોકશાહીનો પર્વ: તમામ 234 બેઠકો પર આજે મતદાન
Live TV
-
તમિલનાડુમાં લોકશાહીનો પર્વ: તમામ 234 બેઠકો પર આજે મતદાન
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે તમામ 234 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં સવારે 7:00 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.
કુલ 4,023 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. 5.73 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે રાજ્યમાં DMK ગઠબંધન, AIADMK ગઠબંધન અને અભિનેતા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) વચ્ચે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. આજના મતદાન બાદ મતોની ગણતરી 4 મે, 2026 ના રોજ કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે અને વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
