તેલુગુ દેસમ પાર્ટીના બંન્ને મંત્રીઓના રાજીનામાં
Live TV
-
TDP- BJP વચ્ચે મૈત્રીના પ્રયાસોમાં નિષ્ફળતા- પ્રધાનમંત્રીએ ચંદ્રાબાબુ સાથે કરી વાત- TDP ના બંને પ્રધાનોએ આપ્યા રાજીનામા.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સંદર્ભે ટીડીપીના બે કેન્દ્રીય નેતાઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. આંધ્રપ્રદેશના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ સાથે વાતચીત પણ કરી હતી. જોકે તેલૂગુ દેશમ પાર્ટીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પોતાના બે મંત્રીઓને હટાવવાના નિર્ણય પર અડગ રહેતા બે કેન્દ્રીય મંત્રીઓ અશોક ગજપતિ રાજુ અને રાજ્યમંત્રી વાય.એસ.ચૌધરીએ પોતાના રાજીનામાં સોંપી દીધા છે.
નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને T.D.P.ના વડા ચંદ્રાબાબુ નાયડુએ બુધવાર મોડીરાત્રે બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી. TDP સાંસદોએ જણાવ્યું હતું કે, તેઓ મંત્રીમંડળમાં સાથે વધુ રહી શકે તેમ નથી. TDPનો આ નિર્ણય આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે આવ્યો છે. TDP સાંસદો અને M.L.C.એ મંગળવારે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ભાજપા ના વડપણ હેઠળની સરકાર સાથે જોડાણ તોડવા માટે સલાહ આપી હતી. તો આ તરફ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને T.D.P. છેલ્લાં ઘણા સમયથી નારાજ હતો. સંસદમાં પણ આ મુદ્દે TDP ગતિરોધ કરી રહ્યો છે. આ બધા વચ્ચે બુધવારે નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.