Skip to main content
Settings Settings for Dark

ત્રીજા કાર્યકાળના પ્રથમ દિવસે PM મોદીએ સૌ પ્રથમ કિસાન સમ્માન નિધિની ફાઈલ પર કરી સહી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા અને પદભાર સંભાળતાની સાથે જ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. પીએમ કિસાન સન્માન નિધીનો 17મો હપ્તો ચૂકવવા સંબંધિત ફાઈલ પર પ્રધાનમંત્રીએ હસ્તાક્ષર કર્યા છે. જેનાથી 9.3 કરોડ ખેડૂતોને લાભ મળશે. આશરે 20હજાર કરોડ રુપિયા સીધા જ લાભાર્થીઓના ખાતામાં જમા થશે.

    પ્રધાનમંત્રીએ કાર્યભાર સંભાળતાની સાથે જ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો અને જણાવ્યુ કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે માટે એ યોગ્ય છે કે કાર્યભાર સંભાળતાની સાથે જ પહેલુ જે કામ થાય તે ખેડૂતોના હિત સંદર્ભનું થાય. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ પણ વધુ કામ કરવા માગીએ છીએ. 

    કેન્દ્રીયમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, ખેડૂતોને સહાય આપનારી આ યોજના હેઠળ અત્યારસુધી 16 ભાગમાં 12 કરોડ 33 લાખથી પણ વધુ લાભાર્થીઓને ત્રણ લાખ કરોડથી વધુનો સીધો કે પ્રત્યક્ષ લાભ વિતરીત કરાયો છે. આ નિર્ણયથી ખ્યાલ આવે છે કે એનડીએ સરકાર માટે ખેડૂતોનું હિત સર્વોપરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply