દક્ષિણ કાશ્મીરના શોપિયાં ખાતે સુરક્ષા દળોને મોટી સફળતા મળી,આતંકવાદીઓ ઠાર
Live TV
-
આ કાર્યવાહીમાં તોફિક અહમદ નામના આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું હતું.
દેશમાં અવારનવાર આતંકવાદીઓની ઘુષણખોરી કરતા હોય છે અને તેના કારણે દેશ ની રક્ષા માટે આપણા સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ સર્જાતી હોય છે એવામાં આજે દક્ષિણ કાશ્મીરના શોપિયાં ખાતે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં તોફિક અહમદ નામના આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું હતું. ચાર આતંકવાદીઓને ઘેરીને તેમને આત્મસમર્પણ કરવા ફરજ પાડવા સુરક્ષા દળો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આતંકવાદીઓએ ગોળીબાર કરતાં અથડામણ સર્જાઈ હતી. અને ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા.
