દરેક નિર્ણય, દરેક પગલું, દરેક પ્રયાસના મૂળમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાઃPM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રિપબ્લિક સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતની વિશેષતા એ છે કે આપણે કોઈ ક્ષણિક ઉત્તેજનાથી પ્રેરાઈ જનારા દેશ નથી.
'રાષ્ટ્ર સર્વોપરી' ભારતનો માર્ગદર્શક સિદ્ધાંત
તેમણે કહ્યું કે આપણે તે છીએ જેમણે વિકાસ અને વિનાશ બંને જોયા છે અને સહન પણ કર્યા છે. આપણે એવો દેશ છીએ જેના મનમાં યુગોની મેમરી ચિપ લાગેલી છે. તેથી ભારત અત્યારે જે કરી રહ્યું છે તે આગામી 1,000 વર્ષનું ભવિષ્ય લખવા જઈ રહ્યું છે, અને આ જ વિશ્વ માટે ભારતની સૌથી મોટી ગેરંટી છે. ભારત માત્ર એક ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી, પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર વૈશ્વિક શક્તિ પણ છે. તીવ્ર વિકાસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વિશ્વસનીયતા સતત વધી રહી છે. તાજેતરમાં જી-7 સમિટમાંથી પરત ફર્યા બાદ મેં જોયું છે કે વિશ્વના નેતાઓ અને રાષ્ટ્રો આ વાત સ્વીકારે છે અને પ્રશંસા કરે છે કે 'રાષ્ટ્ર સર્વોપરી' આજે ભારતનો માર્ગદર્શક સિદ્ધાંત છે.તેમણે કહ્યું કે ભારત ઝડપથી વધતું અર્થતંત્ર છે અને એક વિશ્વસનીય અર્થતંત્ર પણ છે, અને ભારતની વધતી શક્તિની સાથે વિશ્વસનીય શક્તિ પણ છે. મેં બે-ત્રણ દિવસ પહેલા જી-7 સમિટમાં જોયું કે વિશ્વનો દરેક નેતા અને દરેક દેશ હવે સારી રીતે સમજે છે કે આજના ભારત માટે 'નેશન ફર્સ્ટ'એ સૌથી મોટો મંત્ર અને સિદ્ધાંત છે. થોડા દિવસો પહેલા જ અમારી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 12 વર્ષોમાં દેશે જે સિદ્ધિઓ મેળવી છે તેને જો તમે તોલશો તો જણાશે કે દરેક નિર્ણય, દરેક પગલું અને દરેક પ્રયાસના મૂળમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જ કેન્દ્રમાં રહી છે. સ્વચ્છ ભારત અભિયાનથી લઈને મેક ઇન ઇન્ડિયા, ખાદી અને સ્થાનિક વસ્તુઓ ખરીદવા પર ભાર - આ તમામ પહેલો એટલા માટે સફળ થઈ છે કારણ કે દેશની જનતાએ દેશને સૌથી ઉપર રાખીને પોતાની ફરજ નિભાવી છે. આ માટે હું દેશના નાગરિકોને સલામ કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે સરકારી નીતિઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં 'રાષ્ટ્ર સર્વોપરી'ના સિદ્ધાંતનો ઊંડો પ્રભાવ પડ્યો છે. તેનું એક મુખ્ય ઉદાહરણ આપણા આદિવાસી વિસ્તારોમાં આવેલું પરિવર્તન છે. દાયકાઓ સુધી આ વિસ્તારો માઓવાદી આતંકવાદથી પીડાતા હતા, જેના કારણે 21મી સદીના અંત સુધી પાયાની સરકારી સુવિધાઓનો પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. ઘણી સરકારો આવી અને પેઢીઓ વીતી ગઈ, છતાં સ્થાનિક લોકો માટે આશા અધૂરી જ રહી. 2004થી 2014 વચ્ચે માઓવાદી આતંકવાદને કારણે 17,000થી વધુ હિંસક ઘટનાઓ બની હતી, જેમાં 7,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીમાં પણ આતંકવાદીઓને કારણે આદિવાસી વિસ્તારોમાં એક પણ સુવિધા પહોંચી ન હતી. ત્યાંથી એક સરકારી ગાડી પણ પસાર થઈ શકતી નહોતી, તેને ગોળીઓથી વીંધી નાખવામાં આવતી હતી. અનેક સરકારો આવી અને ગઈ, પેઢીઓ વીતી ગઈ, પણ એવું લાગતું હતું કે હિંસાનું આ દુર્ભાગ્ય આવું જ રહેશે. હું 100થી વધુ જિલ્લાઓ અને 500થી વધુ બ્લોક્સ વિશે વાત કરવા માંગુ છું જે વર્ષોથી વિકાસના દરેક માપદંડમાં પાછળ રહ્યા છે. અગાઉની સરકારોએ આ વિસ્તારોને પછાત જાહેર કર્યા હતા. અમે આ વિસ્તારોને બદલવાનો અને તેમને નિરાશામાંથી બહાર કાઢીને પ્રગતિની આકાંક્ષા જગાડવાનો પડકાર સ્વીકાર્યો છે.
નક્સલવાદી વિસ્તારમાં નવા આશાના કિરણો પહોંચ્યાઃ પીએમ મોદી
તેમણે કહ્યું કે જે વિસ્તારો પહેલા નક્સલવાદથી પ્રભાવિત હતા ત્યાં આજે વિકાસના નવા કિરણો પહોંચ્યા છે. આજે ત્યાં 9,500થી વધુ મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે. લગભગ 45,000 ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી પહોંચી છે. નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં આશરે 75,000 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સ અને 6,000થી વધુ નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી છે. "કદાચ નહીં જ થાય"માંથી "થઈને જ રહેશે" - આ જે ભાવ આવ્યો છે તે જ ભારતની અસલી સિદ્ધિ છે.ભારતે નિરાશાને આશામાં બદલીઃ પીએમ મોદી
તેમણે કહ્યું કે 2014માં દરરોજ લગભગ 28 લાખ લોકો મેટ્રોમાં મુસાફરી કરતા હતા, જે સંખ્યા આજે વધીને લગભગ 1.25 કરોડ દૈનિક મુસાફરો સુધી પહોંચી ગઈ છે. આ સિવાય નમો ભારત, વંદે ભારત અને અમૃત ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનો હવે દેશના વિવિધ ક્ષેત્રોને જોડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેનાથી મધ્યમ વર્ગને હવાઈ મુસાફરીની વધુ તકો મળી રહી છે. ભારતે છેલ્લા 12 વર્ષમાં નિરાશાને આશામાં બદલી છે અને આ જ આપણો સૌથી મોટો સંતોષ છે.
