દશેરા સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત
Live TV
-
107 ફૂટના રાવણનું પ્રધાનમંત્રીએ તીર છોડી કર્યુ દહન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દશેરાના પાવન અવસરે દ્વારકા શ્રી રામલીલા સોસાયટીના દશેરા સમારંભમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ શ્રી રામની વિશેષ પૂજા-અર્ચના કરી સમારોહની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ કે ભારત ઉત્સવોની ભૂમિ છે ત્યારે ઉત્સવ આપણામાં ઉર્જા પૂરવાનું કામ કરે છે. આપણે બદલાવને સ્વીકારનારા લોકો છીએ. પ્રધાનમંત્રીએ દેશની જે દિકરીઓએ સિદ્ધિ હાંસલ કરી છે તેમના સન્માનને જ સાચી લક્ષ્મી પૂજા ગણાવી હતી. સાથે જ વિજ્યા દશમીના પાવન પર્વે ભારતીય વાયુસેનાને પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પોતાની અંદરની અસુરી શક્તિનો ખાતમો કરવો જોઈએ તેવું જણાવ્યુ હતુ. અને દેશના દરેક નાગરિકને વર્ષમાં એક સંકલ્પ લેવો જોઈએ તેવું જણાવ્યુ હતુ. દ્વારકા રામલીલા સોસાયટી દ્વારા બનાવાયેલ 107 ફૂટના રાવણનું પ્રધાનમંત્રીએ તીર છોડી દહન કર્યુ હતુ જેને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.