દિલ્હીમા 100 અટલ કેન્ટીનનો સંકલ્પ પૂરો થયો, પાંચ રૂપિયામાં 1 લાખ લોકોને પૌષ્ટિક ભોજન મળશે
Live TV
-
દિલ્હી સરકારનું કહેવું છે કે, રવિવારે તિમારપુરથી 25 નવી અટલ કેન્ટીનનું ઉદ્ઘાટન કરીને રાજધાનીમાં 100 અટલ કેન્ટીનનો સંકલ્પ પૂરો થઈ ગયો છે. સરકારનું કહેવું છે કે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર 25 ડિસેમ્બર 2025 ના રોજ લેવાયેલો 100 અટલ કેન્ટીનનો સંકલ્પ આજે તેમની પુણ્યતિથિ પર પૂર્ણ થયો.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ, રવિવારે તિમારપુરથી 25 નવી અટલ કેન્ટીનનું ઉદ્ઘાટન કરીને તેમને દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત કરી. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હીના શિક્ષણમંત્રી આશિષ સૂદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ મનોજ તિવારી, ધારાસભ્ય સૂર્ય પ્રકાશ ખત્રી ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજથી આ 100 અટલ કેન્ટીન દ્વારા દરરોજ લગભગ 1 લાખ શ્રમિકો અને જરૂરિયાતમંદ પરિવારોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ થશે. આ સાથે જ દિલ્હીવાસીઓ સાથે કરવામાં આવેલો વધુ એક વાયદો અમારી સરકારે પૂરો કર્યો છે.
