દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા, ચૂંટણીના બે મહિના પહેલા રાજનીતિ તેજ
Live TV
-
રવિવારે કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યુુ હતુ, જે બાદ સોમવારે તેઓ ભાજપમાં જોડાયા
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા છે. ગઈકાલે તેમણે અરવિંદ કેજરીવાલને ચિઠ્ઠી લખીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ હતુ. કૈલાશ ગેહલોતએ ચિઠ્ઠીમાં આરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકાર પર કેટલાક આરોપ લગાવ્યા હતા.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ કૈલાશ ગેહલોતે ભાજપના હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અને પાર્ટીના મહાસચિવ દુષ્યંત ગૌતમની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતુ.
કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટીમાં વરિષ્ઠ નેતા હોવાની સાથે કેબિનેટ મંત્રી પણ હતા. દિલ્હીની ચૂંટણીના બે મહિના પહેલા કૈલાશ ગેહલોતના ભાજપમાં જોડાવવાથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.