દિલ્હી-NCRમાં આગામી 7 દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ, પવન સાથે ભારે વરસાદનું ઍલર્ટ
Live TV
-
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર(NCR)-દિલ્હીમાં ગઈકાલે (30 એપ્રિલ) રાત્રે હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે, 4 અને 5 મેના રોજ હવામાન ફરી એકવાર કરવટ બદલશે અને ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
7 દિવસનું પૂર્વાનુમાન:
1 મે: લઘુતમ તાપમાન 25°C અને મહત્તમ તાપમાન 34°C નોંધાયું.
2 મે: તાપમાન 24°C થી 35°C વચ્ચે રહેવાનું અનુમાન છે, આકાશ સાફ રહેશે.
3 મે: મહત્તમ તાપમાન વધીને 36°C સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 25°C રહેશે.
4 મે: હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. મહત્તમ તાપમાન 37°C રહેવાની ધારણા છે. આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને એક કે બે વાર વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
5 મે: તાપમાન 25°C થી 36°C ની વચ્ચે રહેશે અને ભારે વરસાદ તથા તેજ પવનની શક્યતા છે.
6 મે: લઘુતમ તાપમાન 24°C અને મહત્તમ 37°C રહેવાનું અનુમાન છે. વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આ ફેરફારને કારણે ગરમીમાં કામચલાઉ રાહત ચોક્કસ મળશે. પરંતુ વચ્ચે-વચ્ચે ભેજનું પ્રમાણ (બફારો) વધી શકે છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ હવામાનના અચાનક ફેરફારને ધ્યાનમાં રાખીને સાવચેત રહે, ખાસ કરીને 4 અને 5 મેના રોજ સંભવિત તેજ પવન અને વરસાદ દરમિયાન બહાર નીકળવાનું ટાળે.
