દિલ્હી-NCR માં સ્થિતિ સુધરી રહી નથી, હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે
Live TV
-
આનંદ વિહાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સૌથી પ્રદૂષિત વિસ્તાર
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 318 પર નોંધવામાં આવ્યો હતો. જ્યારે નોઈડા અને ગુરુગ્રામમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી. શનિવાર એ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં જોવા મળી છે.
આનંદ વિહાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સૌથી પ્રદૂષિત વિસ્તાર
આજરોજ આનંદ વિહારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંના એક AQI 505 સાથએ નોંધાયો હતો. જે દિલ્હીની બગડતી પર્યાવરણીય સ્થિતિ માટે પણ ગંભીર સંકેત છે. આટલું જ નહીં, ઝેરી હવા માત્ર દિલ્હી પૂરતી જ સીમિત નથી. પરંતુ પડોશી શહેરો પણ ખતરનાક પ્રદૂષણ સ્તર સામે ઝઝૂમી રહ્યા છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં AQI 267, ગ્રેટર નોઈડામાં 286 અને ગાઝિયાબાદમાં 250 નોંધાયું હતું. આ સિવાય હરિયાણાના ગુરુગ્રામનો AQI 284 રહ્યો છે.
29 નવેમ્બર આ શિયાળાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ
નોઈડામાં સેક્ટર 125 નો AQI 184 નોંધાયો હતો. જે મધ્યમથી નબળી શ્રેણીમાં આવે છે. જોકે, દિલ્હી-એનસીઆર કરતાં ઘણું સારું. દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે પ્રદૂષણની અસર વધુ વધી છે. 29 નવેમ્બરના રોજ સવારે તાપમાન 9.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. 29 નવેમ્બર આ શિયાળાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ હતો. પ્રદૂષણના ભયજનક સ્તરનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે શાળાઓ સિવાયના તમામ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-4) પગલાં 2 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.