દીકરી બોજ નહીં પણ પરિવારની આન-બાન અને શાન છે : પીએમ મોદી
Live TV
-
'બેટી બચાવો ,બેટી પઢાઓ' કાર્યક્રમ માટે ઉત્તમ પ્રદર્શન કરનારા જિલ્લાને સન્માનિત કરાયા
પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના જુજ્નુમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' કાર્યક્રમના વિસ્તરણની, શરૂઆત કરાવી હતી. યોજનાનું વિસ્તરણ થતાં 161 જિલ્લામાં ચાલી રહેલી યોજના 640 જિલ્લા સુધી વિસ્તરશે. પ્રધાનમંત્રીએ મહિલાઓની સિધ્ધીને બિરદાવી હતી. તેમજ રાષ્ટ્રીય પોષણ મિશનનો પણ શુભારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, દીકરીઓ બોજ નહીં પણ પરિવાર માટે આન-બાન અને શાન છે.
'બેટી બચાવો ,બેટી પઢાઓ' કાર્યક્રમ માટે ઉત્તમ પ્રદર્શન કરનારા જિલ્લાને સન્માનિત પણ કર્યા હતા. આ સન્માન ગુજરાતના અમદાવાદ જિલ્લાને પણ મળ્યું છે. 'બેટી બચાવો, બેટી પઢાઓ' અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે અમદાવાદ જિલ્લાના કલેકટર અવંતિકા સિંઘે પુરસ્કાર સ્વીકાર્યો હતો. પ્રધાનમંત્રીએ જુજ્નુમાં મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ નાની બાલિકાઓ સાથે પીએમ મોદી હળવાશના અંદાજમાં જોવા મળ્યા હતા.