Skip to main content
Settings Settings for Dark

દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બન્યાં, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

Live TV

X
  • દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણનને આજે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. નોંધનીય છે કે, આ મહિને 9 તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા. આ ચૂંટણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના 21 જુલાઇએ અચાનક રાજીનામા બાદ યોજાઈ હતી.

    દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણનને આજે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. નોંધનીય છે કે, આ મહિને 9 તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા. આ ચૂંટણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના 21 જુલાઇએ અચાનક રાજીનામા બાદ યોજાઈ હતી.

    રાજગના ઉમેદવાર રાધાકૃષ્ણને વિપક્ષના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા. રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પી.સી. મોદી દ્વારા પરિણામ જાહેર કરાયું કે 781 સાંસદોમાંથી 767એ મતદાન કર્યું, જેનાથી 98.2 ટકા મતદાન નોંધાયું. જેમાં રાજગના ઉમેદવાર રાધાકૃષ્ણને 452 મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. પરિણામ જાહેર થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.પી. રાધાકૃષ્ણને અભિનંદન પાઠવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત કરશે અને સંસદીય સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાધાકૃષ્ણે મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડી દીધું. રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના કાયમી કાર્યકર્તવ્યો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યભારનું કાર્ય પણ સોંપ્યું છે.

    સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય યાત્રા

    તમિલનાડુના તિરૂપ્પુર, ચંદ્રપુરમમાં જન્મેલા પોન્નુસામી રાધાકૃષ્ણને તેમની રાજકીય યાત્રા એક વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. તેઓ આરએસએસ જેવા સંસ્થાઓમાં સક્રિય રહી ચૂક્યા છે. ત્યારબાદ, તેમણે રાજકારણને જનતાની સેવા માટેનો માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે. તેઓ કૉયમ્બટૂરથી બે વાર લોકસભા માટે ચૂંટાયા હતા.

    તમિલનાડુના અગ્રણી નેતા તરીકે જાણીતા સી.પી. રાધાકૃષ્ણન

    સી.પી. રાધાકૃષ્ણન ઝારખંડ, તેલંગાણા, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ખેડૂત અને ઉદ્યોગપતિ તરીકે, રાધાકૃષ્ણને તેમની ઈમંદારી, દૂરસંદર્શી વિચારધારા અને નિર્મલ જાહેર જીવન માટે વખાણી શકાય છે. સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળતાંની સાથે જ તેઓ આ પ્રતિષ્ઠિત પદ સંભાળનારા તામિલનાડુના ત્રીજા નેતા બની ચૂક્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply