દેશનું કોલસાનું ઉત્પાદન 12.29 ટકા વધીને 664.37 મિલિયન ટન થયું
Live TV
-
25 ડિસેમ્બર, 2023 સુધીમાં પાવર સેક્ટરમાં કોલસાની કુલ ડિસ્પેચ 8.39 ટકા વધીને 577.11 મિલિયન ટન થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન તે 532.43 મિલિયન ટન હતું. આ વધારો પાવર સેક્ટરની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા સતત અને મજબૂત કોલસાના પુરવઠાને સુનિશ્ચિત કરે છે.
ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ 1 થી ડિસેમ્બર 25, 2023) દરમિયાન દેશનું કોલસાનું ઉત્પાદન વધીને 664.37 મિલિયન ટન (MT) થયું છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 591.64 મિલિયન ટન કરતાં 12.29 ટકા વધુ છે.
કોલસા મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા ડેટામાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 25 ડિસેમ્બર સુધી કોલસાનું ઉત્પાદન 664.37 મિલિયન ટન થયું છે. ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન કોલસાની ડિસ્પેચ 692.84 મિલિયન ટન હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 622.40 મિલિયન ટનની સરખામણીએ 11.32 ટકાનો વધારો દર્શાવે છે.
આ સિવાય 25 ડિસેમ્બર, 2023 સુધીમાં પાવર સેક્ટરમાં કોલસાની કુલ ડિસ્પેચ 8.39 ટકા વધીને 577.11 મિલિયન ટન થઈ ગઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન તે 532.43 મિલિયન ટન હતું. આ વધારો પાવર સેક્ટરની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા સતત અને મજબૂત કોલસાના પુરવઠાને સુનિશ્ચિત કરે છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, 25 ડિસેમ્બર સુધીમાં ખાણો, થર્મલ પાવર પ્લાન્ટ્સ, ટ્રાન્ઝિટ વગેરે સહિત કુલ કોલસાનો સ્ટોક 91.05 મિલિયન સુધી પહોંચી ગયો છે, જે 21.57 ટકાનો પ્રશંસનીય વધારો દર્શાવે છે. વધુમાં, કોલ ઈન્ડિયા લિમિટેડમાં 25 ડિસેમ્બરના રોજ પિટહેડ કોલસાનો સ્ટોક 47.29 મિલિયન છે, જે ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ 30.88 મિલિયન કોલસાના સ્ટોકની સરખામણીમાં 53.02 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.