Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

Live TV

X
  • દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

    દેશના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના રાજ્યોમાં મુસળધાર વરસાદની શક્યતા જોતાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

    આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
    પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં મુસળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત અસમ, મેઘાલય, બિહાર, વિદર્ભ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

    આગામી 2 થી 3 દિવસ ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગોવા, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પુડુચેરી જેવા વિસ્તારોમાં ગાજવીજ, આકાશમાંથી વીજળી પડવાની ઘટનાઓ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

    તંત્ર દ્વારા સાવચેતીના પગલાં અને નાગરિકોને અપીલ
    ભારે વરસાદની ચેતવણીને પગલે સંબંધિત રાજ્યોનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, જેને લઈને તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો અને નદી કિનારાના લોકોને સાવચેત રહેવા તથા બિનજરૂરી બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply