Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં સાત સપ્ટેમ્બરથી તબક્કાવાર ફરી શરૂ થઈ જશે મેટ્રો રેલ સેવા

Live TV

X
  • કન્ટેઇનમેન્ટ ઝોનવાળા સ્ટેશનો પર નહીં રોકાય મેટ્રો, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

    દેશભરની મેટ્રો ટ્રેન સેવાઓને 7 સપ્ટેમ્બરથી આખરે શરૂ થશે. છ મહિના પછી મેટ્રો સેવા તબક્કાવાર રીતે બે શીફ્ટમાં શરૂ થશે. પ્રવાસીએ કોવિડ -19 અનુસંધાનમાં બહાર પડેલી ગાઇડલાઇન અને પ્રોટોકોલનું સંપુર્ણ પાલન કરવાનું રહેશે. પ્રવાસીઓએ માસ્ક ધારણ કરવાના રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવું પડશે. ઓનલાઇન પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બર સુધીમાં તમામ મેટ્રો કોરિડોર ઓપરેશનલ થઇ જશે. પ્રથમ તબક્કામાં દિલ્હી મેટ્રો બે શીફ્ટમાં શરૂ થશે. મેટ્રો સ્ટેશન પર પ્રવેશ અને બહાર નીકળવા બે અલગ દરવાજાનો ઉપયોગ થશે. પ્રવાસી ટોકન નહીં પણ સ્માર્ટકાર્ડની મદદથી પ્રવાસ કરી શકશે. પ્રવાસ માટેની ચુકવણી કેશલેસ કે ઓનલાઇન કરવાની રહેશે. મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ ના કરવા નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકાર આ અંગે આગળ પર નિર્ણય લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply