દેશમાં કુલ કોરોના કેસના 80% લોકો થઇ રહ્યા છે સાજા - આરોગ્ય મંત્રાલય
Live TV
-
છેલ્લા 24 કલાકમાં કોરોનના 1,007 નવા કેસ અને 23 મૃત્યુ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનના 1,007 નવા કેસ અને 23 મૃત્યુ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં લુવ અગ્રવાલે જણાવ્યું હતું કે વધતા પરીક્ષણ છતાં દેશમાં કોરોના વાયરસના કેસોમાં 40 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલથી સરેરાશ વૃદ્ધિ પરિબળ ૧.૨ ની સપાટીએ જોવા મળી રહ્યો છે. 15 માર્ચથી 31 સુધી આ સરેરાશ 2.1 હતી. અત્યાર સુધીમાં, કોરોનાના 3,19,400 પરીક્ષણો લેવામાં આવ્યા છે. ગુરુવારે 28,340 પરીક્ષણો કરાયા હતા. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં 1919 કોવિડ હોસ્પિટલો બનાવવામાં આવી છે. એક લાખ 73 હજાર આઇસોલેશન બેડ, 21800 આઇસીયુ બેડ છે. અમે દરેક રીતે પ્રયત્નો કરી રહ્યા છીએ.
