દેશમાં કોરોનાની રીએન્ટ્રી,બેંગલુરુમાં કોરોનાથી એકનું મોત
Live TV
-
કર્ણાટક આરોગ્ય વિભાગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, શહેરમાં તાજેતરમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શનિવારે બેંગલુરુમાં પ્રથમ મૃત્યુ નોંધાયું હતું.
બેલગામમાં એક ગર્ભવતી મહિલા કોવિડ-19 થી સંક્રમિત મળી આવી છે. તે ગયા મહિને પુણેની યાત્રા પર ગઈ હતી.
સૂત્રોએ દ્વારા મળતી માહિતી મુજબ ટેકનિકલ સલાહકાર સમિતિએ આરોગ્ય વિભાગને રવિવારથી કર્ણાટકની આઠ મેડિકલ કોલેજોમાં કોવિડ-19 પરીક્ષણ શરૂ કરવાનું સૂચન કર્યું હતું.
કર્ણાટકમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા પર પ્રતિક્રિયા આપતા આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે રાજ્ય અને બેંગલુરુમાં કેસોમાં થોડો વધારો થયો છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી.
શનિવારે બેંગલુરુમાં મીડિયા સાથે વાત કરતા મંત્રી રાવે કહ્યું, "ચિંતા કરવાની કોઈ વાત નથી. આ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ છે. છેલ્લા 15 દિવસમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં થોડો વધારો થયો છે."
"અમે એક સલાહકાર જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર શ્વસન રોગો ધરાવતા લોકો, ખાસ કરીને જેઓ હોસ્પિટલોમાં દાખલ છે, તેઓએ COVID-19 માટે પરીક્ષણ કરાવવું જોઈએ," તેમણે કહ્યું કે લોકોને વધુ સાવધ રહેવાની અને ભીડવાળી જગ્યાઓની મુલાકાત લેતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપી.
અત્યાર સુધીમાં દેશભરમાં 257 કેસ નોંધાયા છે અને મહત્વની વાત એ છે કે તેમાંથી કોઈમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. ફક્ત હળવા લક્ષણો જ જોવા મળ્યા છે, તેથી ગભરાવાની જરૂર નથી.તેમણે જનતાને અપીલ કરી કે કોવિડ-૧૯ હવે સ્થાનિક રોગચાળો બની ગયો છે. કોરોના વાયરસ બીજા કોઈપણ વાયરસની જેમ આપણા તંત્રનો એક ભાગ બની ગયો છે. કોઈપણ સમયે, કોઈને પણ COVID-19 થઈ શકે છે. વાસ્તવિક ચિંતા એ છે કે શું કોઈ નવો કે ગંભીર પ્રકાર બહાર આવે છે.
