દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 85 ટકા, મૃત્યુ દર 1.5 ટકા
Live TV
-
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા 57.44 લાખથી વધુ થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા 57.44 લાખથી વધુ થઈ ગઈ છે. જે વિશ્વમાં સૌથી મોટી સંખ્યા છે. છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં 11 લાખ 99 હજાર કરતાં વધુ ટેસ્ટ કરાયાં છે., સૌથી અગત્યની બાબતએ છેકે વર્તમાનમાં રિકવરી રેટ 85 ટકાને પાર પહોંચ્યો છે. ચોવિસ કલાકમાં દેશભરમાં 986 દર્દીઓના મોત થતાં કુલ મોતની સંખ્યા એક લાખ 4 હજાર 555 પર પહોંચી છે. ભારતમાં એક્ટીવ કેસની સંખ્યા નવ લાખ સાત હજાર 883 પર પહોંચી છે જે કુલ કેસના 13.44 ટકા છે.