Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,615 કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30, 615 કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 514 દર્દીઓના મોત નિપજ્યાં છે. જ્યારે 24 કલાકમાં 82,988 દર્દીઓએ કોરોનાને હરાવીને સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં 4,18,43,446 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 3,70,240 છે.આ સાથે જ દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 173 કરોડ 86 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.

    રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો ગઈકાલે કોરોનાના 998 કેસ નોંધાયા. તો આ દરમિયાન 16 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર દરમિયાન 2454 લોકો સાજા થયા છે જયારે અત્યાર સુધી 11,95,295 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10838 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 366 કેસ સામે આવ્યા. ત્યારબાદ વડોદરા શહેરમાં 162, વડોદરા ગ્રામ્યમાં 49, સુરત શહેરમાં 38, ગાંધીનગર શહેરાં 36, સુરત ગ્રામ્યમાં 35, રાજકોટ ગ્રામ્યમાં 26, ભરૂચમાં 22, બનાસકાંઠા 20, રાજકોટ શહેર 20, ખેડામાં 19 અને તાપીમાં 17 કેસ નોંધાયા છે. મોરબીમાં 15 અને ગાંધીનગર ગ્રામ્યમાં 15 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં ગઈકાલે નોંધાયેલા મૃત્યુ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 4, વડોદરા ગ્રામ્યમાં 1, સુરત ગ્રામ્યમાં 3, ગાંધીનગર શહેરમાં 1, રાજકોટ શહેરમાં 1,મોરબીમાં 1, વલસાડમાં 1, પંચમહાલમાં 1, દ્વારકામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply