Skip to main content
Settings Settings for Dark

દેશમાં બર્ડફ્લૂની વધતી સંખ્યાના પગલે તંત્ર સક્રિય

Live TV

X
  • દેશભરમાંથી અલગ અલગ વિસ્તારોથી પક્ષીઓના ભેદી મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કુલ સાત રાજ્યોમાં આ બિમારીની ખાતરી થઇ ચુકી છે.

    ભારતમાં વધતી બર્ડ ફ્લુની સંખ્યાના લીધે તંત્ર સક્રિય બન્યું છે. દેશભરમાંથી અલગ અલગ વિસ્તારોથી પક્ષીઓના ભેદી મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે આ નવા રોગનું દેશમાં આગમન થતા હાલ દેશવાસીઓમાં ભય વધી રહ્યો છે. ત્યારે હાલમાં જ હરિયાણાના પંચકુલા જિલ્લાથી બે મરઘી પાલન કંપનીઓથી લેવાયેલ નમુનામાં એવીયન ફ્લુની ખાતરી મળી હતી. ત્યારબાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લામાં પ્રવાસી પક્ષીઓમાં એવિયન ફ્લુના કેસ નોંધવામાં આવ્યા છે. સરકાર દ્વારા પ્રભાવિત રાજ્યો માટે આગળના સુચનો જાહેર કરવામાં આવ્યા છે, જેથી દેશમાં આગામી ચુકેલી આ નવી બિમારીના સંક્રમણને રોકી શકાય. અત્યાર સુધી કુલ સાત રાજ્યો- કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આ બિમારીની ખાતરી થઇ ચુકી છે. છત્તીસગઢ જેવા રાજ્યોમાં આવી આપાતકાલીન સ્થિતિ માટે આર આર ટી ટિમો બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ કેટલાક બતકોના ભેદી મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. તો દક્ષિણમાં કેરલના બે પ્રભાવિત જિલ્લામાં પક્ષીઓને મારવાનુ અભિયાન પૂરૂ થઇ ગયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply