Skip to main content
Settings Settings for Dark

દેશમાં 6 મહિનામાં 31 લાખ નવી નોકરીઓનું સર્જનઃ નીતિ આયોગ

Live TV

X
  • કેન્દ્ર સરકારે પહેલીવાર પેરોલ જોબ્સનું અનુમાન જારી કર્યું છે. જે મુજબ ગત 6 મહિનામાં ફોર્મલ સેક્ટરમાં 31 લાખ નવા નોકરીયાતો જોડાયા છે. ઇપીએફઓમાં યોગદાન આપનાર લોકોની સંખ્યામાં થયેલા વધારાને આધારે સરકારે આ અનુમાન આપ્યું છે.

    નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર ઇપીએફઓના ડેટા મુજબ સપ્ટેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018 સુધીમાં પેરોલમાં 31.1 લાખ વધુ લોકો જોડાયા છે. તેઓ તમામ વય મર્યાદાના છે. આયોગનું કહેવું છે કે નવી નોકરીઓના સર્જનનો આંકડો આ અનુમાન કરતા વધારે હોઈ શકે છે.
    સરકારે નોકરીઓના સર્જન માટે ઇપીએફઓમાં માસિક પેરોલ રિપોર્ટીંગનો પ્રારંભ કર્યો છે. નીતિ આયોગે જણાવ્યું હતું કે આ આંકડા આંખો ખોલનારા તથા રોજગારના મુદ્દે અટકળો કરનારાઓને જવાબ છે. આયોગે જણાવ્યું હતું કે ત્રણ એજન્સીઓ દ્વારા દર વર્ષે પેરોલ ડેટા જાહેર કરવામાં આવશે. તેના કારણે જોબ્સના આંકડાઓ માટે સર્વે પર નિર્ભર રહેવું પડશે નહીં. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply