'નક્સલ મુક્ત ભારત' બનાવવામાં ઐતિહાસિક સફળતા: છત્તીસગઢમાં 108 નક્સલીઓનું સામુહિક આત્મસમર્પણ
Live TV
-
નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. બુધવારે(11 માર્ચ, 2023) છત્તીસગઢ રીજનમાં એકસાથે 100થી વધુ નક્સલીઓએ હથિયારો નીચે મૂકી આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ મળીને રૂ.3.95 કરોડનું ઈનામ જાહેર થયેલું હતું.
વિગતવાર આંકડા
સત્તાવાર માહિતી મુજબ, કુલ 108 નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી છે. જેમાં અલગ-અલગ જિલ્લાઓનો સમાવેશ થાય છે:
બીજાપુર: 37
દંતેવાડા: 30
સુકમા: 18
બસ્તર: 16
નારાયણપુર: 4
કાંકેર: 3આત્મસમર્પણ કરનારાઓમાં 22 નક્સલીઓ પર રૂ.8-8 લાખનું ઈનામ હતું, જ્યારે 31 નક્સલીઓ પર રૂ.5-5 લાખનું ઈનામ હતું. આ ઉપરાંત અન્ય નક્સલીઓ પર પણ લાખો રૂપિયાના ઈનામો જાહેર હતા.
'નક્સલ મુક્ત ભારત' અભિયાનની સફળતા
આ આત્મસમર્પણને અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નિર્ધારિત '31 માર્ચ 2026' સુધીમાં ભારતને નક્સલ મુક્ત બનાવવાની ડેડલાઇન પહેલા આટલી મોટી સંખ્યામાં નક્સલીઓનું મુખ્યધારામાં જોડાવવું એ સુરક્ષા દળોની મોટી જીત છે.શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
આ અગાઉ મહાસમુંદ જિલ્લામાં પણ 15 માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી હતી અને 3 AK-47 રાઇફલ્સ, 2 SLR અને ઇન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ રાઇફલ્સ સહિતનો મોટો જથ્થો પોલીસને સોંપ્યો હતો.CRPFના મહાનિદેશક જી.પી. સિંઘે હાલમાં જ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝની મુલાકાત લઈને જવાનોને અંતિમ તબક્કાના અભિયાન માટે સજ્જ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જવાનોને જંગલોમાં છુપાયેલા IEDથી સાવધ રહીને 'ઝીરો કેઝ્યુઅલ્ટી' સાથે લક્ષ્ય હાંસલ કરવા સૂચના આપી છે.
