Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા

Live TV

X
  • દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. અગાઉ, નરેન્દ્ર મોદી 2014 થી સતત બે ટર્મ માટે પ્રધાનમંત્રી હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઑક્ટોબર 2001 થી મે 2014 સુધી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવ પણ ધરાવે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના એક નાના શહેરમાં થયો હતો. તેમના શરૂઆતના વર્ષોમાં, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કર્યું અને બાદમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભાજપ સાથે કામ કરીને રાજકારણમાં પોતાને સમર્પિત કર્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીએ શાસનમાં પરિવર્તનની શરૂઆત કરી અને ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ ના મંત્ર દ્વારા સર્વસમાવેશક, વિકાસલક્ષી અને ભ્રષ્ટાચારમુક્ત શાસનનો માર્ગ મોકળો કર્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply