નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે શપથ લેશે
Live TV
-
નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને રાષ્ટ્રપતિ ભવન ખાતે સવારે 10 વાગ્યે યોજાનારા સમારંભમાં શપથ અપાવશે. રાધાકૃષ્ણને મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને હરાવીને વિજય મેળવ્યો હતો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના 21 જુલાઈએ અચાનક રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ હતી.

રાધાકૃષ્ણન મંગળવારે દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પી.સી. મોદીએ પરિણામોની જાહેરાત કરતાં જણાવ્યું કે 781 સાંસદોમાંથી 767એ મતદાન કર્યું, જેના કારણે 98.2 ટકાનું મતદાન નોંધાયું.
રાજગના ઉમેદવાર રાધાકૃષ્ણનને 452 મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.પી. રાધાકૃષ્ણનને શુભેચ્છા પાઠવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત કરશે તથા સંસદીય સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે.
ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડી દીધું છે. રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના કાર્યકર્તવ્યો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યોનો પણ વધારાનો ચાર્જ સોંપ્યો છે.