નવરાત્રી દરમિયાન માં અંબેની પૂજા, ભાવવિભોર બનાવી દે છે : પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે નવરાત્રીના ચોથા દિવસે માં અંબેની પૂજાના મહત્વ વિશે ચર્ચા કરી.
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, "નવરાત્રી દરમિયાન માં અંબેની પૂજા બધા ભક્તોને ભાવવિભોર બનાવી દે છે. દેવી માતાના સ્વરૂપોને સમર્પિત આ સ્તુતિ એક અલૌકિક અનુભવ આપે છે. તમે પણ સાંભળો...''
માં અંબા ને દુર્ગા, શક્તિ, ભગવતી, ચંડી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમના કેટલાક મુખ્ય નામો છે - સતી, નવદુર્ગા, આદિ શક્તિ, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આ વખતે ચૈત્ર નવરાત્રીની ખાસ વાત એ છે કે, તે નવ દિવસની નહીં પણ આઠ દિવસની હશે. હિન્દુ નવું વર્ષ પણ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી શરૂ થયુ છે. તેથી તેનું મહત્વ વધુ વધી જાય છે. ઘટસ્થાપન (કલશ સ્થાન) નવરાત્રીના પ્રથમ દિવસે કરવામાં આવે છે.