નવી દિલ્હીઃ આજે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરશે વિદેશ મંત્રી ડૉ. જયશંકર
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે નવી દિલ્હીમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ સાથે બેઠક કરશે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ભારતની બે દિવસીય મુલાકાતે ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા.
ભારત સાઉદી અરેબિયાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે જ્યારે સાઉદી અરેબિયા ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન બંને દેશો વચ્ચે 52 અબજ 76 કરોડ ડોલરનો વેપાર થયો હતો. સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયની સંખ્યા 26 લાખ 50 હજારથી વધુ છે અને તેઓ બંને દેશો વચ્ચે સેતુનું કામ કરે છે. વાર્ષિક હજ યાત્રા એ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોનું બીજું મહત્વનું ઘટક છે.