નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં GST ની બેઠક
Live TV
-
જીએસટી કરમાળખાને વધુ સરળ બનાવવા રિ'ટર્ન ફાઇલ કરવાના નવા મોડલને મંજૂરી આપવામાં આવી છે.
જીએસટી કરમાળખાને વધુ સરળ બનાવવા રિ'ટર્ન ફાઇલ કરવાના નવા મોડલને મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે મળેલી જીએસટી કાઉન્સિલની 27મી બેઠકમાં સરળ કર રિટર્ન , ડિજિટલ ચૂકવણી પર છૂટ, તેમજ જીએસટી નેટવર્કને સરકારી કંપની બનાવવા અંગે ચર્ચા થઈ હતી. જે પૈકી ડિજિટલ ટ્રાન્જેક્શનમાં છૂટ અંગે 5 સભ્યની એક સમિતિ બનાવવામાં આવશે. આ ઉપરાંત ખાંડ ઉપર લાગતા સેસ અંગે પણ એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ બે અઠવાડિયા દરમિયાન આવેલા વિવિધ સૂચનોનો અભ્યાસ કરશે અને પોતાનો અહેવાલ સોંપશે. નોંધનીય છે કે રિર્ટનને સરળ બનાવવા માટે છેલ્લા ઘણા વખતથી ચર્ચા ચાલી રહી હતી અને એ સંદર્ભે રિર્ટન ફાઇલ કરવાના નવા મોડલને મંજૂરી આપી દેવામાં આવી છે.
