Skip to main content
Settings Settings for Dark

નીતીશ કુમારે જેડીયુ અને ભાજપ ગઠબંધન સરકારના બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Live TV

X
  • નીતીશ કુમાર સહિત 8 મંત્રીઓને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

    બિહારમાં જેડી(યુ)-ભાજપની આગેવાની હેઠળની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. નીતીશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટનાના રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાંજે 5 વાગ્યે બિહારમાં NDA ગઠબંધનના નેતા નીતિશ કુમારને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. નીતીશ કુમાર સાથે અન્ય આઠ મંત્રીઓ પણ શપથ લીધા હતા.

    અગાઉ, નીતીશ કુમારે તેમની પાર્ટી, ભાજપ અને હિન્દુસ્તાની અવમ મોરચાના ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો. તેમણે બીજેપીના વરિષ્ઠ નેતાઓ અને તેના સાથી પક્ષો સાથે BJP-JD(U)ની નવી સરકાર બનાવવાનો દાવો કર્યો.

    રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી પ્રગટ થઈ જ્યારે JD(U) પ્રમુખે સવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકરને મળ્યા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. શ્રી કુમારે વર્તમાન સરકારને વિખેરી નાખવા અને રાજ્યમાં નવા BJP-JD(U) ગઠબંધનનો માર્ગ મોકળો કરવાની પણ ભલામણ કરી હતી.

    JD(U)ના પ્રમુખ નીતીશ કુમારે કહ્યું હતું કે RJD સાથે બધુ બરાબર નથી. રાજીનામું આપ્યા બાદ પટનામાં મીડિયા સાથે વાત કરતા શ્રી કુમારે કહ્યું કે મહાગઠબંધન ચાલુ રાખવું તેમની પાર્ટીના હિતમાં નથી.

    આ સમારોહ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહે તેવી શક્યતા છે. આ પહેલા પટનામાં પાર્ટી ઓફિસમાં ભાજપની મહત્વની બેઠક થઈ હતી. ભાજપના ધારાસભ્યોએ સર્વસંમતિથી ભાજપ, જેડી(યુ) અને હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) ધરાવતા રાજ્યમાં એનડીએ સરકાર બનાવવાનો ઠરાવ અપનાવ્યો હતો.

    બીજેપીના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ જાહેરાત કરી કે સમ્રાટ ચૌધરીને વિધાયક દળના નેતા અને વિજય કુમાર સિન્હા ઉપનેતા તરીકે ચૂંટાયા છે. આ રેકોર્ડ નવમી વખત હશે જ્યારે JD(U) પ્રમુખ નીતિશ કુમાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં કેબિનેટ નાના કદની રહેવાની સંભાવના છે અને તેનું વધુ વિસ્તરણ કરવામાં આવશે.

    નીતીશ કુમારને વિધાનસભાના 128 સભ્યોનું સમર્થન છે જેમાંથી 78 ભાજપના અને 45 જેડી(યુ)ના છે. હિન્દુસ્તાની અવમ મોરચાના ચાર સભ્યો અને એક અપક્ષ પણ નીતિશ કુમારની આગેવાનીવાળી સરકારને સમર્થન આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
apply