Skip to main content
Settings Settings for Dark

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગઈકાલે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના 19 લોકો વિરુદ્ધ તેની પાંચમી ચાર્જશીટ દાખલ

Live TV

X
  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગઈકાલે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના 19 લોકો વિરુદ્ધ તેની પાંચમી ચાર્જશીટ દાખલ કરી હતી. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ચાર્જશીટમાં પ્રતિબંધિત સંગઠનના 12 નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યોના નામ સામેલ છે, જે દેશમાં ઈસ્લામિક ખિલાફતની સ્થાપના માટે યુદ્ધ ચલાવવાના ષડયંત્રમાં કથિત સંડોવણી માટે છે.

    એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિલ્હી કેસમાં ચાર્જશીટ દાખલ થવા સાથે, એનઆઈએ દ્વારા દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા કેસમાં ચાર્જશીટ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 105 થઈ ગઈ છે.

    પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ ચાર્જશીટ કરાયેલા 19 આરોપીઓમાં સલામ, રહીમાન, નઝરુદ્દીન, અહેમદ, અફસર પાશા, ઇ અબુબકર, પ્રોફેસર પી કોયા અને મોહમ્મદ અલી ઝીણાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગૃહ મંત્રાલય દ્વારા જૂથ પર પ્રતિબંધ મૂક્યા પછી દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા કચેરીઓ સહિત 39 સ્થળોએ રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    એનઆઈએએ જણાવ્યું હતું કે, એપ્રીલ 2022 થી તપાસ હેઠળના કેસમાં ખુલાસો થયો હતો કે PFI દ્વારા દેશને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. તે પણ પ્રકાશમાં આવ્યું છે કે ષડયંત્રનો અંતિમ ઉદ્દેશ્ય ભારતમાં બિનસાંપ્રદાયિક અને લોકશાહી શાસનની પ્રવર્તમાન પ્રણાલીને ઉથલાવી દેવાનો હતો અને તેને ઇસ્લામિક ખિલાફત સાથે બદલવાનો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply