નોર્થ દિલ્હીને સાઉથ દિલ્હી સાથે જોડતી પિંક-મેટ્રો લાઈન આજથી શરૂ
Live TV
-
મેટ્રોના કારણે નોર્થ દિલ્હીથી સાઉથ દિલ્હી માત્ર 35 મિનિટમાં પહોંચી શકાશે
નોર્થ દિલ્હીને સીધી સાઉથ દિલ્હી સાથે જોડતી દિલ્હી મેટ્રોની પિંક લાઈન આજથી શરૂ કરવામાં આવી છે. આ પિંક લાઈન મેટ્રોના કારણે નોર્થ દિલ્હીથી સાઉથ દિલ્હી માત્ર 35 મિનિટમાં પહોંચી શકાશે.
કેન્દ્રીયમંત્રી હરદીપ સિંહ પુરીએ મેટ્રો લાઈનને લીલી ઝંડી આપી રવાના કરી હતી અને સાંજે 6 વાગ્યે સામાન્ય જનતા માટે આ મેટ્રો લાઈનને ખુલ્લી મૂકાઈ હતી. આ પિંક લાઈન મજલિસ પાર્કથી સાઉથ કેમ્પસ કૉરિડોર ખાતે ખુલ્લી મૂકાઈ હતી.
મજલિસ પાર્કથી સાઉથ કેમ્પસ કૉરિડોરની વિશેષતાઓ :
કુલ લંબાઈ - 21.56 કિમી
કુલ 12 મેટ્રો સ્ટેશન, તેમાંથી લિફ્ટ ધરાવતા 8 સ્ટેશન અને 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશન
ધોળાકુવા પાસેથી આ પિંક લાઈન મેટ્રો 23.6 મીટરની ઉંચાઈ પરથી પસાર થશે, એટલે કે લગભગ 7 માળ જેટલી ઉંચાઈ પરથી મેટ્રો પસાર થશે.