નોવેલ કોરોના વાયરસના પડકારનો સામનો કરવા ભારત તૈયાર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
Live TV
-
ચીનમાં નોવેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.અત્યાર સુધીમાં ચીનમાં એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.ત્યારે ભારતમાં સર્તક્તા રાખવામાં આવી રહી છે.કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, દેશ નોવેલ કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. લોકસભામાં ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, તમામ પ્રકારની સતર્કતા અને સાવધાની રાખવામા આવી રહી છે અને સરકાર પરિસ્થિતી ઉપર સઘન દેખરેખ રાખી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકારે કોરોના વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં માટે એક પેનલની રચના કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દરેક રાજ્યો સાથે આ મુદ્દા પર વીડિયો કોલિંગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં બચાવના તમામ આવશ્યક ઉપાયો કરવામાં આવી રહ્યા છે