પતંજલિની ભ્રામક જાહેરખબરો અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ
Live TV
-
પતંજલિની ભ્રામક જાહેરખબરો અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન બાબા રામદેવ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા હતા. કોર્ટે સવાલ પૂછ્યો કે, શું અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલા માફીનામાનું કદ એટલુ જ મોટું છે, જેટલા મોટા કદની ભ્રામક જાહેર ખબરો હતી..? મહત્વનું છે કે, પતંજલિ આયુર્વેદે 67 અખબારોમાં માફીનામું જાહેર કર્યું છે, જેમાં કહેવાયું છે કે, ભ્રામક જાહેરખબર જેવી ભૂલ હવે ભવિષ્યમાં ક્યારેય નહીં કરીએ. સાથે જ કોર્ટને ખાતરી આપવામાં આવી કે, અદાલત અને બંધારણની ગરીમાને જાળવી રાખવા અમે કટિબદ્ધ છીએ.
સમગ્ર મામલે 30 એપ્રિલે વધુ સુનાવણી થશે. આગામી સુનાવણી દરમિયાન પણ બાબા રામદેવને રૂબરૂ હાજર રહેવા આદેશ અપાયો છે.