પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવોઃ અમિત શાહ, સ્મૃતિ ઇરાનીએ જનસભાને કરી સંબોધિત
Live TV
-
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને, રાજકીય વાતાવરણ ગરમાયું છે.. એક તરફ તૃણમુલ કોગ્રેંસના 5 નેતાઓ ભાજપમાં જોડાયા છે,, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ, અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વિશાળ જનમેદનીઓને સંબોધી હતી.
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને, રાજકીય વાતાવરણ ગરમાયું છે.. એક તરફ તૃણમુલ કોગ્રેંસના 5 નેતાઓ ભાજપમાં જોડાયા છે,, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ, અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વિશાળ જનમેદનીઓને સંબોધી હતી.. ભાજપ દ્વારા આયોજિત હાવડા ખાતેની રેલીમાં, તૃણમુલ કોગ્રેંસમાંથી ભાજપમાં જોડાયેલા, 5 નેતાઓ સુવેન્દુ અધિકારી, રાજીવ બેનરજી, વૈશાલી ડાલમિયા, પ્રવીણ ઘોષાલ સહિતના વિવિધ નેતાઓ જોડાયા હતા.. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.. આ રેલીમાં ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ , વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.. ગૃહમંત્રી અમિત શાહે બંગાળની પ્રજાને સંબોધતા કહ્યું કે, બંગાળમાં જો ભાજપની સરકાર આવશે , તો પહેલી કેબિનેટમાં, બંગાળના ગરીબ વર્ગના તમામ લોકોને ,આયુષ્યમાન યોજનાનો લાભ અપાવવા પ્રસ્તાવ મૂકવામાં આવશે.. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ, બંગાળમાં ભાજપ પક્ષ જીતશે , તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.. તેમણે બંગાળના દરેક ઘરે વિકાસની ગંગા પહોંચાડાશે , તેવી બાંહેધરી આપી હતી.. કેન્દ્રીય મંત્રીએ ,હાવડા ખાતે યોજાયેલી રેલીનું સમર્થન જોતા ,પક્ષને મજબૂત કરવા ભાજપના કાર્યકરોનો ,આભાર માન્યો હતો.
