પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓની થઈ ઓળખ
Live TV
-
પહલગામ આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેજ ગતિથી કામ કરવામાં આવી રહ્યું છે.
પહલગામ આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેજ ગતિથી કામ કરવામાં આવી રહ્યું છે. આતંકી હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. ત્રણેય આતંકીઓ લશ્કર સાથે જોડાયેલ છે. આ ત્રણ આતંકીઓ પૈકી આદિલ હુસેન ઢોકર અનંતનાગનો જયારે અલીભાઈ ઉર્ફે તહવાભાઈ અને હાસીમ મુસા ઉર્ફે સુલેમાન પાકિસ્તાનનો રહેવાસી છે. હુમલા મામલે SITએ 150 થી વધુ લોકોની પૂછપરછ કરી છે.
જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ બાંદીપુરાથી મોટા સમાચારો સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જીલ્લામાં આતંકવદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અધિકારીઓ તરફથી મળેલ માહિતી મુજબ, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકીઓ હોવાની સુચના મળ્યા બાદ, બાંદીપુરા જીલ્લાના કુલનાર બાજીપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ શરુ કરી છે.