પાકિસ્તાન આતંકવાદીઓને સુવિધા પૂરી પાડે છે: વિદેશ મંત્રાલયના પ્રવક્તા
Live TV
-
ભારતે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર પરિષદમાં કાશ્મીરને રાજકીય મુદ્દો બનાવીને ધ્રુવીકરણ સાધવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળતા મળી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે દિલ્હીમાં જણાવ્યું કે, ભારતના પ્રતિનિધિઓએ પાકિસ્તાનને અસત્ય અને સત્યથી વેગળા નિવેદનોને યોગ્ય જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ આલમ એ બાબતથી પરિચિત છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને સુવિધા પૂરી પાડે છે.
