પાકિસ્તાન દરેક વખતે આતંકીઓને છાવરે છે: વિદેશ મંત્રી
Live TV
-
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આકરા વલણમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાન શાંતિ વાર્તા ઇચ્છે છે તો પાકિસ્તાનમાં ઉદભવતી આતંકી ગતિવિધિઓને રોકવી પડશે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આકરા વલણમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાન શાંતિ વાર્તા ઇચ્છે છે તો પાકિસ્તાનમાં ઉદભવતી આતંકી ગતિવિધિઓને રોકવી પડશે. ભારત શરૂઆતથી જ કહે છે કે, આતંકવાદ અને વાતચીત એક સાથે થશે નહીં. અને ભારત પોતાની વાત પર અડગ રહેશે. વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની આ હરકતો તેના જુઠ્ઠાણાની સાબિતી છે કે, પહેલા તે આતંકવાદીઓને છાવરે છે અને ભારત પર હુમલા કરાવે છે. જ્યારે ભારત આતંકી હુમલા સામે વળતો પ્રહાર કરે છે તો પાકિસ્તાન આતંકીઓનો પક્ષ લે છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે, પાકિસ્તાન દરેક વખતે આતંકીઓને છાવરે છે અને જ્યારે તેના આતંકી ઠાર કરાય છે ત્યારે તેને અપનાવવાથી ઇન્કાર કરે છે.
