Skip to main content
Settings Settings for Dark

પાણી માટે તરસશે પાકિસ્તાન, પહલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણય

Live TV

X
  • જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બાદ ભારતે કડક પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ નિવાસસ્થાને મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક મળી હતી. આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, એનએસ અજિત ડોભાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

    બેઠકમાં કયા નિર્ણય લેવાયા

    - સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી

    - અટારી બોર્ડર પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી

    - પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર દેશ છોડવા આદેશ

    - પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે

    - પાકિસ્તાની રાજદ્વારીઓએ 7 દિવસની અંદર દેશ છોડવો પડશે

    - કોઈપણ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંજૂર થયેલા તમામ વિઝા સ્ટેન્ડ રદ કરવામાં આવ્યા

    CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમામ દળોને ઉચ્ચ સતર્કતા જાળવવા નિર્દેશ આપ્યો હતો. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે. તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ, ભારત આતંકવાદી કૃત્યો કરનારાઓ અથવા તેમને શક્ય બનાવવા માટે કાવતરું ઘડનારાઓનો પીછો કરવા માટે સતત પ્રયાસો કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply